• વિશાળ ઉત્ક્રાંતિ

વિરાટ વિશે

single-img-one

“અમે મેનુફેકચરીંગ કંપનીઓમાં વિશ્વસ્તરીય વ્યવસ્થાના નિયમો સ્થાપીને ઉત્પાદક્તા, ગુણવત્તા અને નફામાં વધારો થાય એવા ઉકેલો આપીએ છીએ .”

અમે અત્યાર સુધી, બ્રાસ-પાર્ટ, પ્લાસ્ટિક મોલ્ડિંગ, વુડ-વર્કિંગ, ફેબ્રીકેશન, ફૂડ, પેટ્રોલ-રીફાયીનરી, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ, ઇલેક્ર્તિક સ્વીચ-ગેર, માર્બલ-કટિંગ, પેકેજીંગ, ગ્લાસ, પેપર જેવી અનેકમેનુફેકચરીંગ કંપનીઓમાંપ્રોજેક્ટસ અથવા ક્ન્સ્લત્ન્સી સર્વિસઆપવાનો બહોળો અનુભવ એકઠો કરેલ છે.

વિરાટની આત્મવિશ્વાસથી સભર ટીમ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક અનુભવોથી સજ્જ છે. એન્જિનિયરિંગ અને ઓપરેશનલ મેનેજમેન્ટ કુશળતાનો એક સંપૂર્ણ સમૂહ એવા અમે બધા ઉદ્યોગ માટે ભરોસાપાત્ર કન્સલ્ટન્સી સર્વિસ આપીને તમારા લક્ષોને મેળવવામાંમદદરૂપ થઈને તમારી સફળતાને આંબવા સક્ષમ બનાવી આપશું.

ક્વોલિટી પોલિસી

વિરાટ ઔદ્યોગિક સેવાઓની કરોડરજ્જુ સમાન બાબત તેની ઉચ્ચ ગુણવત્તા છે, જેનો ઉદ્દેશ આપણા ઉદ્યોગો માટે મૂલ્યોનું સર્જન કરવાનો અને ઉત્પાદકતાના ઉચ્ચ ધોરણો સ્થાપવાનો છે. વિરાટ અમારા વર્તમાન અને ભાવિ ગ્રાહકોની જરૂરિયાતોને ઓળખવા અને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી અમે આપીએ છીએ તે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ સાથે ગ્રાહકોનાં સંપૂર્ણ સંતોષની ખાતરી કરી શકાય.

અમારા ગુણવત્તાના ધોરણોમાં સતત સુધારો કરતાં રહેવું અને ગ્રાહકોને તેના ફાયદા આપવા એ વિરાટમાં એક નિયમિત પ્રથા છે.

વિરાટનો ઉદ્દેશ ઉદ્યોગો માટે સંપૂર્ણ ગુણવત્તાની સ્થાપના, ઉચ્ચ આત્મવિશ્વાસનું સ્તર, સંપૂર્ણ વિકાસ અને અસીમ સફળતાઓનું વાતાવરણ ઊભું કરવાનો છે.

અમારા ક્લાયન્ટના વ્યાપારિક ડેટા અને માહિતી હમેશા ગોપનીય રાખવામાં આવે છે, અને અમારા સહકાર્યકરો સાથે પણ તેની ચર્ચા કરવામાં આવતી નથી.

વિરાટ માટે ગુણવત્તાનો કોઈ વિકલ્પ નથી, તથા ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહિ, અને ગ્રાહકોને તેમની આવશ્યકતા અને અપેક્ષાઓથી વધુ બહેતર પરિણામ આપવું એ જ વિરાટની ગુણવત્તા નીતિ છે.

નોંધ: વિરાટ ઔદ્યોગિક સેવાઓના સ્થાપકે આ ગુણવત્તા-નીતિ તૈયાર કરી છે. તમામ નવા કર્મચારીઓને આપવામાં આવતી જનરલ ઓરિએન્ટેશન તાલીમમાં આ નીતિ સમજાવવામાં આવી છે અને તેની ચર્ચા કરવામાં આવી છે અને તમામ વર્તમાન કર્મચારીઓ સાથે તેની સમીક્ષા કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને એ બાબતની જાણકારી હોવી અપેક્ષિત છે કે અમારી ગુણવત્તા નીતિ કંપનીના સૌથી મહત્ત્વના પાયામાંનું એક છે. કારણ કે તે કંપનીમાં તેમની નોકરી અથવા હોદ્દાને અસર કરી શકે છે. આપણી ગુણવત્તા નીતિને સમગ્રવ્યવ્સ્થાપનો દરમ્યાન અગ્રણી સ્થાને રાખવું જરૂરી છે.