૨૫૦૦ વરસ પહેલા ગ્રીક ફિલોસોફર હેરાક્લાયટસ કહેલું એક પ્રખ્યાત વાક્ય છે કે “The only thing permanent is change”, એટલે કે “પરિવર્તન એ જ એકમાત્ર કાયમી વસ્તુ છે.”, આ પરિવર્તન એટલે સતત સુધારાઓ કરતા રહેવું. અને આટલાં વરસો પછી પણ એ વાત સાવ સાચી ગણાય છે. લીન-મેનેજમેન્ટનો મુખ્ય મંત્ર પણ એજ છે - સતત સુધારાઓ.
આપણે સૌ જાણીએ છીએ કે ગ્રાહક-પૂછપરછ (ઇન્ક્વાયરી) એ મોટેભાગે બધા જ ધંધાઓમાં શરૂઆતનું બિંદુ છે. ત્યારબાદ ભાવતાલ, સેમ્પલ, ઓર્ડર, ઉત્પાદન, નિરીક્ષણ, ડીસ્પેચ અને ગ્રાહક માલ વાપરે પછી એમનો પ્રતિસાદ મેળવવો.આ આખા ચક્રને આપણે વ્યવસાયિક પ્રક્રિયા કહીએ છીએ. “પ્રક્રિયા” એ વ્યાપાર-ધંધાનો ખુબજ મહત્વનો ભાગ છે. ઇજનેરી, ગણતરીઓ, મશીનો, ઉપકરણો, કાર્ય-ક્રમ, પદ્ધતિઓ, નિરીક્ષણ વગેરે તમામ સંયોજિત થયીને એક આખી પ્રક્રિયા બને છે.અયોગ્ય, અચોક્કસ અથવા અપડેટ ન કરાયેલી પ્રક્રિયાઓ રીજેક્સન અને ખર્ચાઓમાં વધારો, નબળી ગુણવત્તા, માલ અને સમયનો બગાડ અથવા ગ્રાહકની ફરિયાદો અને અસંતોષ જેવી સમસ્યાઓ નોતરે છે.
વિરાટ આપની પ્રક્રિયાઓનો ઊંડો અભ્યાસ અને વિશ્લેષણ કરીને સુધારણા સુચવશે અને તેના અમલીકરણમાં પણ આપની સાથે રહેશે. સુધારાઓ કરવા એ એકજ વખતનું કામ નથી, પણ એક આદત છે. એ કોઈ અમુક વ્યક્તિઓનુ નહિ પણ કંપનીના બધાજ સભ્યોનું કામ છે.
ખામીઓનું વિશ્લેષણ, રુટ કોઝ એનાલીસીસ, 5S, લીન મેન્યુફેકચરિંગ, 6 સિગ્મા અને કૈઝન પદ્ધતિઓના વિવિધ પાસાઓ કારખાનાની ઉત્પાદકતા વધારવા માટેના ખાસ સાધનો છે. અને અમે એને ખુબ સરળ બનાવીને તમારી કાર્ય-પદ્ધતિમાંના સુધારાઓમાં વાપરશું.
તમારી કંપની કે કારખાનામાં નફાનાં ગ્રાફને નીચે લાવતી બાબતોકઈ હોઈ શકે?
કોઈ પણ ઓર્ડર પૂરો કરવા માટે કાચો-માલ, મજુરી, મશીનો, આવડત અને સમયનો વપરાશ થતો હોય છે. જો આ પાંચનો પાક્કી ગણતરીપૂર્વક અને વેડફાટ વિના ઉપયોગ થાય તો નફો પણ આયોજન મુજબ આસાનીથી મળે છે.
પણ,મોટાભાગે અમે જોયું છે કે;
ખુબ વેડફાય છે, અને આ બધા બગાડની સીધી અસર નફા ઉપર પડે છે.
નક્કી કરેલાં સમયમાં, માલ, મજુરી અને મશીનો વાપરીને અને આવડતપૂર્વકની પ્રક્રિયાઓ કરીને પરિણામ (આઉટપુટ) કાઢવું એટલે યોગ્ય કાર્યક્ષમતા (વર્ક-પર્ફ્રોમન્સ). જો તમે દર મહીને, તમારા ઓર્ડર, કામ અને આઉટપુટની સરખામણીમાં વધારે પડતા ખર્ચાઓ ચુકવતા હોવ અને ઓર્ડર પુરા કરવામાં અડચણો આવતી હોય તો તમારે તમારા તંત્રના વર્ક-પર્ફ્રોમન્સનું મૂલ્યાંકન કરવું ખુબ જરૂરી કહી શકાય.
અમે તમારા કારખાનાના કામકાજની રીતોનો અભ્યાસ કરીને, તમારી કંપનીના માળખાને અનુકુળ અને તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરેલી પરફોર્મન્સ ઇવેલ્યુએશન (મૂલ્યાંકન) સિસ્ટમની રચના કરીને, તેનો તમારી સાથે રહીને અમલ કરાવી આપશું.
અને આ મૂલ્યાંકન સિસ્ટમ તમારા માણસો, મશીનો અને સીસ્ટમ વડે સહુથી સારું આઉટપુટ નીકળે એ માટે ક્યાં-ક્યાં અને કેવા સુધારાઓની જરૂર છે એ બતાવે છે.
અમે તમને કામગીરીમાં સુધારણાની યોજના એટલે કે સિસ્ટમ ઘડી આપીએ, ત્યારબાદ સમયાંતરે તેની ચકાસણી કરવામાં આવે છે, જેથી તમે જાણી શકો કે આ સુધારાઓ આપના કામકાજ માટે કેટલા અસરકારક નીવડ્યા છે!
સુધારાઓ કરતા રહેવું એ એક કાયમી પ્રક્રિયા છે. વિરાટ તમને સતત સુધારાઓની ચાવી આપે છે, અને સુધારણા દ્વારા આવકને વધારીને નફાનાં ગ્રાફને એકધારી ગતિથી ઉંચે લઇ જવાનો રસ્તાઓ બતાવે છે.
અમે માનીએ છીએ કે વિકાસની દૃષ્ટિ દરેક વ્યાપારી કે કારખાનેદાર પાસે હોય જ છે, પણ એના માટે નિરાંતનો સમય અથવા ક્યારેક આત્મવિશ્વાસનો અભાવ પણ હોઈ શકે.
વૃદ્ધિ અને વિકાસ એ કોઈ અકસ્માત કે નસીબથી નથી, પરંતુ સંપૂર્ણ અભ્યાસ, સચોટ આયોજન અને પાકા અમલીકરણનું પરિણામ છે.
વિરાટ વૃદ્ધિના આયોજન અને અમલીકરણમાં અત્યંત પ્રોફેશનલ માર્ગદર્શન પૂરું પાડે છે.
મહાન ગુરુ ચાણક્ય કહેતા –“એક ડાહ્યો માણસ અન્ય વ્યક્તિઓની ભૂલોમાંથી શીખે છે.”
અમે સફળતાઓ અને નિષ્ફળતાઓનો સમાન અભ્યાસ કર્યો છે. ઇજનેરી અને બીઝનેસ ડેવલોપમેન્ટના અમારા દાયકાઓના અનુભવમાંથી અમે ઉત્કૃષ્ટ અને લગભગ ફૂલ-પ્રૂફ બિઝનેસ ગ્રોથ પ્લાન પુરા પાડીએ છીએ, અને તેના અમલીકરણમાં તમારી સાથે રહીને ધાર્યા પરિણામની રૂપરેખા બાંધીએ છીએ.
એક વાત તો ખરી કે વૃદ્ધિ ના સચોટ આયોજન માટે, સહુ પહેલા આપની કાર્ય-પદ્ધતિ અને કાર્ય-ક્ષમતા પર પુરતું નિયંત્રણ જરૂરી છે. જયારે એના ઉપર નિયંત્રણ આવે ત્યારે આપને નિરાંત, સમય અને આત્મવિશ્વાસમાં વધારો થાય, અને એજ પ્રગતિની સોનેરી ચાવી છે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં અમારા માટે કોઈપણ પ્રોજેક્ટ નાનો નથી અને કોઈ પ્રોજેક્ટ મોટો નથી – એ સ્ટ્રેટેજી સાથે અમે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સમાં અમારી કન્સલ્ટન્સી આપીએ છીએ.
પ્રોજેક્ટ્સ માંScope Of Work, Timeline, Work Distribution, Check-Points, Supply Chain Monitoring, Inspections, Project Completion and Handoverએટલે કે કામનો અવકાશ,સમયરેખા, કામની ફાળવણી, ચેક-પોઇન્ટ, સપ્લાય ચેઇન, કાર્ય-નિરીક્ષણ, પ્રોજેક્ટ પૂરું કરીને ક્લાયન્ટને સોંપવું, જેવા સેંકડો કામ એક પ્રોજેક્ટને પૂરું કરવામાં લાગે છે.
પ્રોજેક્ટમાં જો સમયનું નિયંત્રણ, માલ-મજુરીની પાક્કી પરખ અને ગણતરી ના હોય તો ખોટ જવાની સંભાવનાઓ વધી જાય છે.
એક સારી રીતે અભ્યાસ કરેલો, આયોજિત અને સંચાલિત પ્રોજેક્ટ ખાતરીપૂર્વક નક્કી સમયમાં અને પરફેક્શન સાથે પૂરો થઇ શકે છે.
વિરાટ તમારા નાનાથી મધ્યમ કદના પ્રોજેક્ટ્સને ઇન-ટાઇમ પ્રોજેક્ટ પૂર્ણ થવાની ગણતરીપૂર્વકની ખાતરી સાથે માર્ગદર્શન અને દેખરેખ રાખી શકે છે.
વિરાટ નાના અને મધ્યમ કદના પ્રોજેક્ટ્સની શરૂવાતથી દરેક ટેકનીકલ કામનું આયોજન, અમલીકરણ, દેખરેખ,રીપોર્ટીંગ અને હેન્ડઓવરસુધીના તમામ કામનું કન્સલ્ટેશન આપે છે.
જો તમે નવી ફેક્ટરી અથવા પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહ્યા છો, તો એ કામમાં વિરાટ તમારા સલાહકાર બની શકે છે. અમારી આ સેવા તમને શરૂઆતથી લઈને ઉત્પાદનની લાઇન અપ સુધીના બધાજ કામોમાં સાથે રહીને ઝડપી અને પ્રોફેસનલ સેવા આપે છે.
જેમાં નીચે આપેલ મુદાઓ સામેલ છે;
અમે સૌથી રીજીડ અને બધાં ધાતુઓ સાથે કામ કરી શકે તેવા, સચોટતા અને ઉત્પાદકતા પુરવાર થયેલા સીએનસી મશીનો પૂરા પાડીએ છીએ. અમે અપની જરૂરિયાત મુજબ CNCSPM ડિઝાઈન અને ડેવેલોપ કરીએ છીએ.
મેન-પાવરની કટોકટીના આ યુગમાં ઓટોમેશન એ સારો વિકલ્પ છે. અને જયારે CNC અને રોબોટીક્સના સમાધાન, લોકલ લેવેલ પરમળતા હોય તો એકવાર ચોક્કસ અજમાવાની વાત છે.